યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા સંચાલિત ગાયત્રી એજ્યુકેશન ગ્રુપ દ્વારા હરિબા કેમ્પસ ખાતે દેશના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ગૌરવ અને દેશપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકો જોડાયા હતા. કાર્યક્રમમાં ધ્વજવંદન ભારત ભૂષણ મહેશભાઈ મહેતાની પુત્રી અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની સૌપ્રથમ ડોક્ટર બનેલી ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડા. ઈશાબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના બાળકો અને કોલેજની દીકરીઓએ રાષ્ટ્રગાન અને નારાઓ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સંસ્થાના વડા ડા. રતિદાદાએ બાળકોને દેશ પ્રત્યે નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ વિશે ઉદ્‌બોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર શીતલબેન મહેતા, આચાર્ય અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.