મારો ધારાસભ્યનો પગાર અને એમાં થોડા પૈસા ઉમેરી ગરીબ માણસોમાં દિવાળીની મીઠાઈ વહેંચીશ

રાજકોટમાં રવિવારે રાતે આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની સભા યોજાઈ હતી. આ સભા શહેરના બાપાસીતારામ ચોક ખાતે યોજાય હતી સભામાં ગોપાલ ઈટાલિયાને સાંભળવા લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં ગોપાલ ઈટાલિયાએ રાજકોટમાં પણ વિસાવદરવાળી થવાની વાત કરી હતી.
સભાની શરૂઆત પહેલા માલધારી સમાજના ૨૦૦ જેટલા લોકોને ગોપાલ ઈટાલિયાયે ખેસ પહેરાવી આપમાં જાડાયા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધી હતી. ગોપાલ ઈટાલિયાયે કહ્યું કે, રાજકોટમાં પણ વિસાવદરવાળી થવાની છે. જે મને આ સભા આવેલ જનસેલાબથી લાગી રહ્યું છે. સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ આક્ષેપ ગોપાલ ઈટાલિયાએ કર્યો હતો.
ગોપાલ ઈટાલિયાએ રાજકોટ આરએમસી ઉપર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. સરકારી જમીનો વેચી તેમાંથી ભાગ પડાવતા હોવાના ગંભીર આક્ષેપ પણ ગોપાલ ઈટાલિાએ કર્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જાહેર સભામાં લોકોને છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા હત્યાના ગુના અને હત્યાની પ્રયાસના ગુનાઓ જણાવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જાહેર મંચ ઉપરથી પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
રાજકોટમાં પરિવર્તન આવી રહ્યું છે. મને રાજકીય આગેવાનો એવું કહે છે શહેરમાં આમ આદમી પાર્ટીને મત નહીં મળે. મને આ વાત ખૂબ જ ખટકે છે એટલે મને દુઃખ થાય છે. શહેરમાં વસવાટ કરતા બધા લોકો મૂળ ગામડાના જ છે. મને આશીર્વાદ આપો અમે પણ ગાંધીનગર જઈ કામ કરીશું. સરકારે લોકોને કશું જ આપ્યું નથી. જનતા માંગવા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે. જનતા સરકાર પાસે એક આશા રાખી કે, સારો રોડ બનાવો. આ એક કામ માંગ્યું એ પણ સરકારથી નથી થયું.
બોટાદમાં થયેલા પોલીસ ઉપર પથ્થરમારાને લઈને પણ તેમણે કહ્યું કે, બોટાદની અંદર પથ્થરમારો થયો તે જૂથની અંદર પાંચ બુટલેગરો ઘુસાડી દેવામાં આવ્યા હતા. અને તેના દ્વારા આ પથ્થરમારો કરાયો હતો. જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે સાબિત કરીશું કે આ ઘટનામાં પથ્થરમારો પાંચ બુટલેગરોએ જ કર્યો હતો જેનાથી આખું ટોળું ઉશ્કેરાઈ ગયું.
રાજકોટમાં સભામાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે જે અધિકારીઓએ જનતાને દબાવવાના કામ કર્યા છે તે તમામ અધિકારીઓને અમે લોઢાના મેડલ પહેરાવીશું. રાજકોટ મુદ્દે તેમનું આપેલું રાજકોટમાં વિસાવદરવાળી થવાનું નિવેદન કેટલા અંશે સાચું પડે છે. એ તો હવે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં જ ખબર પડશે.
બોટાદની ઘટનાને ઈટાલિયાએ પાટીદાર આંદોલન સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે, લોકોને કોઈ જરૂરિયાત હોય તો આંદોલન કરવા પડે છે. જેણે જેણે જનતાને દબાવવાનું કામ કર્યું તે બધા અધિકારીઓને લોઢાના મેડલ પહેરાવાનો છું. ધારાસભ્ય બન્યા પછી મારી આ પહેલી દિવાળી છે. મારો ધારાસભ્યનો પગાર અને એમાં થોડા પૈસા ઉમેરી ગરીબ માણસોમાં દિવાળીની મીઠાઈ વહેંચીશ.