ગુજરાતમાં ઉનાળો વહેલો આવ્યો છે અને તેની તીવ્રતા અસાધારણ રહી છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ  અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી ૨-૩ દિવસ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસ નો વધારો થવાની શક્્યતા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
મુખ્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ  જાઇએ તો રાજકોટ ૪૦–૪૧.૬ સે,સુરત ૩૮–૪૦° સે+,વડોદરા ૩૮–૩૯ સે+ અમદાવાદ ૩૯–૪૧.૨° સે,સુરેન્દ્રનગર ૪૧.૬°સે રહ્યું છે
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ,ગાંધીનગર,ભરૂચ,વડોદરા,સુરત આ જિલ્લાઓમાં આગામી થોડા દિવસો સુધી હીટવેવની સ્થિતિ  અને યલો એલર્ટ છે.આ જિલ્લાઓમાં આઇસોલેટેડ પોકેટ્‌સમાં હીટવેવની સ્થિતિ  રહેશે,ખાસ કરીને સૌરાષ્ટ્ર  ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં.
ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે અને તાપમાનનો પારો ૩૪ ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યાં જ વલસાડ અને નવસારીમાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. બંને શહેરોમાં તાજેતરમાં બનેલા ડામર રોડ પીગળવા માંડતા વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જાખમ ઊભું થયું છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રોડ ડામરના નહીં પણ ભ્રષ્ટાચારના બનેલા છે.
વલસાડમાં નગર પાલિકાની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અનેક રજૂઆતો બાદ માંડ માંડ તૈયાર થયેલો ૧ કિલોમીટર લાંબો રસ્તો માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં જ પીગળવા લાગ્યો છે. હાલ સ્થિતિ   એવી સર્જાઈ છે કે રસ્તા પરનો ડામર પીગળીને સાવ પોચો થઈ ગયો હોવાથી વાહનચાલકોના ટાયર તેમાં ખૂંતી રહ્યા છે. જાકે, આ ગંભીર બેદરકારી અંગે જ્યારે મીડિયાએ સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે પાલિકા પ્રમુખ અને સભ્યો પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે કેમેરા સામે આવવાનું ટાળીને ભાગતા નજરે પડ્યા હતા.
નવસારીમાં પણ વલસાડ જેવી જ ગંભીર પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. અહીં પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીનો અત્યંત વ્યસ્ત ગણાતો રોડ પીગળવા લાગતા સ્થાનિક લોકો અને વાહનચાલકોના હાલ બેહાલ થયા છે. રસ્તા પરનો ડામર એટલી હદે પીગળી રહ્યો છે કે પગપાળા જતા રાહદારીઓના ચંપલ અને બૂટ તેમાં ચોંટી જાય છે, અને ઘણીવાર તો ચંપલ રોડ પર જ રહી જાય છે. બીજી તરફ, ડામર પીગળવાને કારણે વાહનો પણ જાખમમાં મુકાયા છે; બ્રેક મારતી વખતે વાહનો સ્લીપ  થઈ રહ્યા હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે.
આજે વલસાડમાં ૩૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સ્થાનિકો રોષે ભરાઈને પૂછી રહ્યા છે કે જા ૩૪ ડિગ્રી જેવી સામાન્ય ગરમીમાં રસ્તાઓ પીગળી જતા હોય, તો જ્યારે ઉનાળો જામશે અને પારો ૪૦-૪૨ ડિગ્રીએ પહોંચશે ત્યારે શું આ રસ્તાઓનું અસ્થીત્વ  બચશે?