એક તરફ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે તો બીજી તરફ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ૭ અને ૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જાશીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડા. જયંતિ રવિ અને રાહત કમિશનર આલોક કુમાર પાંડે આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં, મુખ્ય સચિવે વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા વિવિધ જિલ્લા કલેક્ટરોને આગાહીને ધ્યાનમાં રાખીને સંભવિત જાખમો પ્રત્યે સતર્ક રહેવાની સલાહ આપી હતી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.હવામાન વિભાગની માહિતી અનુસાર ૭ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પાટણ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ અને પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ મુખ્ય સચિવે સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને તમામ જરૂરી આગોતરી તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યો. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થિત ડેમોના પાણીના સ્તર અને તેમાં વરસાદી પાણીના પ્રવાહ વિશે વિગતવાર માહિતી મેળવી. આ પછી, તેમણે જરૂર પડ્યે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોના ગામોને અગાઉથી ચેતવણી આપવા જણાવ્યું.
વર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મુખ્ય મથકે ફરજ પર હાજર રહેવા પણ મુખ્ય સચિવે નિર્દેશ આપ્યો. ઉપરાંત, રાજ્યના વિવિધ સ્થળોએ તૈનાત એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો વિશે માહિતી મેળવ્યા પછી, તેમણે જરૂર પડ્યે રેડ એલર્ટ જિલ્લાઓમાં વધુ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો. આ ઉપરાંત, આવતીકાલે યોજાનારી જીપીએસસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરોને પરીક્ષા કેન્દ્રો પર સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી હતી.
આ બેઠકમાં, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડા. જયંતિ રવિ અને રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ પશુપાલન, ઉર્જા, કૃષિ, માર્ગ અને ગૃહનિર્માણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ, સરદાર સરોવર કોર્પોરેશન અને દ્ગડ્ઢઇહ્લ તેમજ સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર સહિતના સંબંધિત વિભાગોને વિવિધ સૂચનો આપ્યા હતા અને તેમને સતર્ક રહેવા જણાવ્યું હતું.સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૨ ટીમો અને એસડીઆરએફની ૨૦ ટીમો તૈનાત કરવામાં આવી છે.