સ્ટેટ જીએસટીની આવકમાં ૧૯ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. માર્ચમાં જ ૧૯ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગુજરાત સરકારને માર્ચમાં સ્ટેટ જીએસટીની આવક પેટે ૮૮ કરોડ રૂપિયા મળ્યા છે. વેટ અને વીજવેરા પેટે બમ્પર આવક થઈ છે. આ ઉપરાંત વ્યવસાય વેરામાં પણ નફો થયો છે. આ બતાવે છે કે ગુજરાતના અર્થતંત્રમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.
આ બાબત તેનો પુરાવો છે કે ગુજરાતમાં માર્ચ મહિના દરમિયા નોંધપાત્ર પ્રમાણમાં આર્થિક પ્રવૃત્તિ જાવા મળી હતી. આમ ગુજરાતમાં માર્ચ મહિનો ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમતો રહ્યો હતો. આ દરમિયાન કેન્દ્ર સરકારનું માર્ચ મહિનાનું જીએસટી કલેકશન પણ બે લાખ કરોડ રૂપિયા નોંધાયુ હતું. આ બતાવે છે કે ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો ધમધમાટ કેવો રહ્યો હતો.
આ અંગે બજાર નિષ્ણાતોનું કહેવુ છે કે માર્ચ એન્ડિંગ હોવાના કારણે ઉદ્યોગોએ તેમના વર્તમાન ઓર્ડરો પૂરા કરવા પર ખાસ ધ્યાન આપ્યું હતું, આ બાબત પણ જીએસટીની આવકમાં થયેલા વધારા માટે મહત્વની નીવડી છે. આ ઉપરાંત હાલમાં મધ્યપૂર્વમાં યુદ્ધ ચાલતુ હોવાથી લઘુ અને મધ્યમ સ્તરના એકમોએ તેમના હાથ પરના ઓર્ડરો અધૂરા રહી ન જાય અને પરિસ્થિતિ બદલાય તો સંપૂર્ણપણે તૈયાર કરેલા ઉત્પાદનો પડી ન રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. આના કારણે સરકારને પણ આવક વધી હોવાનું માનવામાં આવે છે.
આના પગલે હવે એપ્રિલમાં રાજ્ય સરકારને જીએસટી પેટે કેટલી આવક થાય છે તેના પર બધાની સ્પષ્ટ નજર રહેશે. તેના પરથી અંદાજ આવશે કે મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધની ગુજરાતમાં કેટલી અસર પડી છે. ગુજરાતના ઉદ્યોગો આ સ્થિતિનો કઈ રીતે સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ ઔદ્યોગિક ગેસનો પુરવઠો બંધ થતાં કેટલાય કારખાનાઓ મહિનાનું વેકેશન જાહેર કરી દીધું હતું. તેથી આગામી મહિને ઉત્પાદનમાં ફટકો પડે તેમ મનાય છે.










































