વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને, ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. ૨૧ સપ્ટેમ્બરના રોજ અમદાવાદના વ†ાપુર ખાતે, સવારે ૬ વાગ્યે નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે. નશા મુક્ત ભારત માટે નમો યુવા રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ સેવા પખવાડિયામાં, રક્તદાન કેમ, સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અભિયાન, આરોગ્ય શિબિર સહિતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વના સૌથી મોટા રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું.રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ૨૧ સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ૧૦૦ કરતા વધુ જગ્યાએ નમો યુવા રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવાનો નશા મુક્ત બને, નશા મુક્ત ભારત બને તેના માટે આ નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ ૧૦ મોટા મહાનગર, અમદાવાદ, સુરત વડોદરા, રાજકોટ,ભાવનગર, ૨૧ સપ્ટેમ્બરે નમો યુવા રનનુ આયોજન થવાનું છે.અમદાવાદમાં ૨૧ સપ્ટેમ્બરે સવારે ૬ વાગ્યે આ મેરેથોનું આયોજન થવાનું છે. આ મેરેથોનને વસ્ત્રાપુર તળાવ ખાતે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે. આ મેરેથોનમાં ૧૦,૦૦૦ કરતાં વધુ યુવાનો જાડાશે. નમો યુવા રનમાં ક્રિકેટર પાર્થિવ પટેલ, અભિનેતા મલ્હાર ઠાકર, ફિટનેસ ઇન્ફ્લુએન્સર, સપના વ્યાસ, જાડાશે. આ દેશની વસ્તીમાં ૬૫ ટકા વસ્તી યુવાનોની છે. અમેરીકનથી યુવાનોમાં શિસ્ત આવે, રાષ્ટ્રપ્રેમી ભાવના જાગે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા કે યુવાનો દેશનું ભવિષ્ય છે. નશાને કારણે તમારું જીવન બરબાદ ન કરો, ને મહેનત કરીને વિકસિત ભારતનું નિર્માણ કરો. આ મેરેથોનમાં યુવાનો રજીસ્ટ્રેશન કરીને જાડાઈ શકશે.