બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું પાડાપણ ગામે ખેતીવાડીનું ટીસી ઉભું કરાવવા બાબતે તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ ઢસા પીજીવીસીએલ કચેરીને અરજી કરીને ઝાડ કટિંગની કાર્યવાહી કરવા જણાવેલ. પરંતુ કાર્યવાહી ન થતા પવનની આંટી આવવાથી ઝાડની ડાળીઓ પડવાથી ટીસીના બે પોલ અને એક બાજુનો પોલ ભાંગી ગયો હતો. જેથી તા.૦૧/૦૫/૨૦૨૫ ના રોજ ઢસા પીજીવીસીએલને બીજી અરજી કરવામાં આવેલ. આ અરજી કર્યા પછી ૧૦ દિવસે ત્રણ પોલ ઉભા કરી આપ્યા હતા અને ટીસીને લગાડવાનું બાકી રાખ્યું હતું. તે ટીસી લગાવવા માટે મૌખિક અને ટેલિફોનીક રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ પરિણામ આવ્યું નથી.તેના અનુસંધાને ઉર્જા મંત્રી અને ગઢડાના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી થયેલ નથી.