શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા ખાતે ૨ માર્ચ ૨૦૨૬, ફાગણ સુદ પૂનમના દિવસે ધોરણ ૪ થી કોલેજના હોસ્ટેલ વિદ્યાર્થીઓ દ્વારા દરવર્ષની પરંપરા મુજબ હર્ષોલ્લાસ સાથે હોલિકા દહન ઉજવવામાં આવ્યું હતું. હોલિકા દહનના દર્શન કર્યા બાદ વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક ગરબા લઇ પ્રદક્ષિણા કરી હતી. હોલિકા દહન અસત્ય પર
આભાર – નિહારીકા રવિયા સત્યના વિજયનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદને બચાવવા અને દુષ્ટ હોલિકાના અંતની યાદમાં આ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. અગ્નિમાં નકારાત્મકતા, બૂરાઈ અને વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રીતે સળગાવી નવી શરૂઆત, સદબુદ્ધિ અને સકારાત્મકતાનો સંદેશ આપવામાં આવે છે. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, “પ્રહલાદ અને હોલિકાની કથા આપણને અડગ શ્રદ્ધા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ સત્ય અને ભક્તિ અંતે વિજયી બને છે.” આ પર્વને સફળ બનાવવા માટે સુપરવાઈઝરો અને ટીચિંગ -નોન ટીચિંગ સ્ટાફે જેહમત ઉઠાવી હતી.