શાંતાબેન હરીભાઈ ગજેરા કેમ્પસ–વિદ્યાસભા સ્કૂલમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ દ્ભ.ય્ થી ધોરણ-૧૨ (સાયન્સ,કોમર્સ, આર્ટસ) ગુજરાતી અને અગ્રેજી માધ્યમ વિભાગ દ્રારા મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિદ્યાસભા કેમ્પસમાં આવેલ શિવ મંદિર ખાતે યોજાયો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ નાનાં બાળકોમાં ધાર્મિકતા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદરભાવ વિકસાવવાનો હતો. આ પ્રસંગે આશરે ૧૮૦૦ વિધાર્થીઓ દ્રારા ૫૦૦૧ પાર્થેશ્વર શિવલિંગનું નિમાર્ણ કરી વિધિવત મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલમંદિરના વિદ્યાર્થીઓને શિવ મંદિરની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં તેમણે ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચનામાં ભાગ લીધો. આ પ્રસંગે કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી ખાસ ઉપસ્થિત રહી પૂજા કરી હતી.









































