સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં M.SC.(MB) સેમ.-IIની લેવાયેલી પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલીના ગજેરા કેમ્પસની શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ મહિલા એમ.એસ.સી. કોલેજનું પરિણામ ૯૧ ટકા સાથે ૧૦૦ % ફર્સ્ટક્લાસ જાહેર થયું છે. આ કોલેજની વિદ્યાર્થિનીઓ દેસાઈ દ્રષ્ટિ એન. કોલેજ ફર્સ્ટ – ૮૪.૩૩%, કોયાણી બંસી એસ. કોલેજ સેકન્ડ-૮૩.૫૦% અને ભમ્મર સોનલ એચ. કોલેજ થર્ડ – ૭૫.૬૭% પ્રાપ્ત કરેલ છે.