ખેડામાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડવામાં આવેલા રૂ. ૧,૪૩,૭૨,૨૩૦ ના વિદેશી દારૂનો કપડવંજ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. કપડવંજ પ્રાંત અધિકારી તેમજ નશાબંધી અને પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિદેશી દારૂના મુદ્દામાલ પર રોલર ફેરવી દેવાયું હતું.
કપડવંજ ટાઉન અને રૂરલ તેમજ કઠલાલ અને આંતરસુંબા એમ ચાર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન મુદ્દામાલનો કોર્ટની મંજૂરી સાથે નાશ કરવામાં આવ્યો હતો.
ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ તાલુકાના કપડવંજ ટાઉન, કપડવંજ રૂરલ, આંતરસુંબા અને કઠલાલ એમ ચાર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી મેળવી પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કપડવંજના કરસનપુરા ડુંગરા વિસ્તારમાં પ્રોહીબિશનના ૮૭ ગુનાની ૫૦,૭૧૬ વિદેશી દારૂની બોટલો રૂ. ૧,૪૩,૭૨,૨૩૦ ના મુદામાલ પર રોલર મશીન ફેરવી દેવામાં આવ્યુ હતુ.
આ બાબતે ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે કપડવંજ અને કઠલાલ તાલુકાના ચાર પોલીસ સ્ટેશન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન, આંતરસુંબા અને કઠલાલ પોલીસ સ્ટેશનના કુલ ૮૭ ગુનાની બોટલ સંખ્યા કુલ ૫૦,૭૧૬ અને મુદ્દામાલની કિંમત રૂ.૧,૪૩,૭૨,૨૩૦ નો પ્રોહિબિશન મુદ્દામાલ કોર્ટની મંજૂરી સાથે પ્રાંત અધિકારીની હાજરીમાં અને નશાબંધીના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે નાશ કરવામાં આવેલ છે.
જીલ્લામાં બુટલેગરો દ્વારા પોલીસથી બચવા અવનવી તરકીબોથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા પોલિસ દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. જીલ્લામાં અનેક બુટલેગરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.










































