ખાંભાના હનુમાનપુર ગામની સીમમાં મગફળીના ઢગલામાંથી ૫૦ મણ મગફળીની ચોરી થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
બનાવ અંગે ખાંભાના બોરાળા ગામે રહેતા નરેશભાઈ ભીમાભાઈ મકવાણા (ઉ.વ.૩૩)એ હનુમાનપુરના બાબુભાઈ ઉર્ફે ગાંડીયો મગનભાઈ ડાભી તથા અતુલભાઈ હમીરભાઈ ડાભી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે હનુમાનપુર ગામે ફાર્મે વાવવા વાડી રાખી હતી. આ વાડીએથી બન્ને આરોપીઓએ પોણા બસો મણના ઢગલામાંથી આશરે પચાસ મણ જેટલી સીંગની ચોરી કરી હતી.૫૦ મણ મગફળી કિં.રૂ.૫૭,૫૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.