ખાંભાના જીવાપર ગામે વાડીએ એક દંપતી ઉંઘતું રહ્યું હતું અને ચોર ઈસમ રોકડા ૧૫,૦૦૦ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અને હાલ જીવાપર ગામે વાડીએ રહી મજૂરી કરતાં જગદીશભાઈ અંબારામભાઈ અજનાર (ઉ.વ.૩૯)એ રમેશભાઈ વાલજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ, તેના પત્ની અલગ અલગ રૂમમાં સુતા હતા. તેમના શેઠે આપેલા રૂપિયા ૧૫,૦૦૦ થેલામાં મૂકી તેમના બાળકો સુતા હતા તે રૂમમાં થેલો ઠેલ પર મુક્યો હતો. ચોર ઈસમ દરવાજાનો ભોગળ બહારથી ખોલી રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરી ઠેલ પરથી થેલામાં રાખેલા ૧૫,૦૦૦ની ચોરી કરી નાસી ગયો હતો.