અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના કોલડા ગામમાં આવેલા કોલેશ્વર ધામ, સંત કોલવા ભગતના મંદિરે ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે બાવન ગજની ધજા ચડાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ધજાના દાતા ઘોઘાવદર ગામના પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળા હતા. આ પાવન અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ભાઈ ઉંધાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધજાની પૂજન વિધિ ગામના રમેશભાઈ રામાણીના ઘરેથી કરવામાં આવી, ત્યારબાદ આખા ગામમાં વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કોલવા યુવક મંડળ અને કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે આ મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે નાના બાળકોને બટુકભોજન કરાવવામાં આવે છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સંત કોલવા ભગતના દર્શન કરવા માટે આવે છે.