કોડીનાર ખાતે જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી તથા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના દિશા કમ
વિકાસ ડે કેર સેન્ટર ખાતે “સશક્ત યુવા અને નશામુક્ત ભારત” વિષય પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા તનવીરભાઈ ચાવડાએ વ્યસનમુક્તિ વિષય પર યુવાનોને નશાના દુષ્પરિણામો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને નશામુક્ત જીવન તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, સશક્ત અને સંવેદનશીલ યુવા શક્તિ દ્વારા જ નશામુક્ત અને સુશિક્ષિત ભારતનું નિર્માણ શક્ય છે. આ તકે ઉપસ્થિત યુવાનો અને લોકોએ નશામુક્ત જીવન અપનાવવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવનદીપ ટ્રસ્ટના કર્મચારીઓ અને સહયોગીઓએ જહેમત ઉઠાવી હતી. અંતે સંસ્થા પરિવાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.