ગીર સોમનાથ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાજેતરમાં સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ, કોડીનાર ખાતે આયોજિત U-14 ફૂટબોલ સ્પર્ધામાં જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ, કોડીનારના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં જ્ઞાન શક્તિ સ્કૂલના ભાઈઓની ટીમે ઉમદા પ્રદર્શન સાથે બીજો ક્રમાંક, બહેનોની ટીમે સારો દેખાવ કરીને ત્રીજો ક્રમાંક મેળવી શાળા અને તેમના પરિવારનું ગૌરવ વધાર્યું હતું. સોમનાથ એકેડેમીના પ્રમુખ કરશનભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી, જ્ઞાન શક્તિ સ્કૂલના આચાર્ય જગમાલભાઈ નંદાણીયા તેમજ શાળા પરિવારે તમામ વિજેતા બાળકોને અભિનંદન પાઠવીને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.








































