કોડીનારના બુટલેગરને પાસા હેઠળ સુરતની જેલમાં મોકલાયો છે. એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી. સિંધવ, એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા, લલીતભાઇ ચુડાસમા, ઉદયસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવાડના પો હેડ કોન્સ. પ્રવિણભાઈ મોરી પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સંયુકત રીતે મળેલ બાતમીના આધારે જુબેરભાઈ હાજીભાઈ પાણાવટ્ટુ (રહે.કોડીનાર) પાસા અટકાયતીને પકડી પાડીને ખાસ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.