ખોડલધામ ટ્રસ્ટનાં ટ્રસ્ટી જેનીબેન ઠુંમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત તથા અમરેલી જિલ્લા પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શરદભાઈ ધાનાણી તથા જેનીબેન ઠુંમર તા. ૦૨-૦૨-૨૦૨૬ ના રોજ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી દ્વારા સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં તપોવન આશ્રમ, સંસ્થા દ્વારા સ્થાપિત લેબોરેટરી, વિનામૂલ્યે ઉપલબ્ધ મેડિકલ સાધનો તથા વિવિધ સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મહેમાનોએ આશ્રમના રહેવાસી વૃદ્ધોને મળી તેમના અનુભવો જાણ્યા હતા. આ પ્રસંગે ખજાનચી સુરેશભાઈ શેખવા, ચંદુભાઈ રામાણી સહિત સંસ્થાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





































