દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસમાં કડક કાર્યવાહી કરી છે. કોર્ટે આ કેસમાં કુલદીપ સિંહ સેંગર અને સીબીઆઈ સહિત તમામ દોષિતોને નોટિસ ફટકારી છે.
ઉન્નાવ બળાત્કાર પીડિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ નોટિસ જારી કરવામાં આવી છે. પીડિતાએ પોતાની અરજીમાં કુલદીપ સિંહ સેંગર અને અન્ય આરોપીઓની સજા વધારવાની માંગ કરી હતી. તે ઈચ્છે છે કે ગુનેગારોને કડક સજા મળે. હાઈકોર્ટે આ અરજીને ગંભીરતાથી લીધી છે. આ કેસની આગામી સુનાવણી ૨ માર્ચે થવાની છે.