ઉત્તરાયણ પૂર્વે લીલીયા તાલુકાના કુતાણા ગામની પ્રાથમીક શાળામાં બાળકોએ પતંગોત્સવની ઉજવણી કરી હતી. શાળા તરફથી દરેક બાળકોને પતંગ – દોરાનુ વિતરણ કરાયું હતુ. જે બાદ તમામ બાળકોએ મેદાનમાં પતંગોત્સવની પુરજોશમાં ઉજવણી કરી હતી. જે બાદ બાળકોને નાસ્તા સ્વરૂપે તલ-શીંગની ચીકી અને મમરાના લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તાલુકા પ્રા.શિ.સંઘ પ્રમુખના પ્રમુખ અશ્વિનભાઈ વિછીયા, શાળાના આચાર્ય નરેશભાઈ ખાચર સહિત સમગ્ર સ્ટાફે શાળાના બાળકોને સલામતી સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા સમજણ આપી હતી.