અમરેલી મુકામે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. જેમાં સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી જે.વી. મોદી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ જે તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા હતા તેમણે ભાગ લીધો હતો. સુગમ સંગીત સ્પર્ધામાં શાળાના ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ચૌહાણ શાહનવાજ જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ તેમજ શાળાના માનદ શિક્ષિકા અલ્પાબેન રાવળે કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. તેમજ ચિત્ર સ્પર્ધામાં બગડા સુજલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.