આજથી ૭૬ વર્ષ પહેલા ર૬મી જાન્યુઆરીના દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત દેશના નાગરિકોને તેમની ફરજો અને હક્કોથી અવગત કરવામાં આવ્યા તે દિવસ એટલે આપણો રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન. તે અંતર્ગત સરસ્વતીના મંદિર સમી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના પટાંગણમાં ૭૭મા પ્રજાસતાક દિનની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી. જેમાં મહેમાન સંત દેવારામ બાપા આશ્રમ, ભેડા પીપળીયા ધામથી પધારેલ ઘનશ્યામ મહારાજ તથા ખેતાણી મોટર્સ અને ટ્રેક્ટરના રાજીવભાઈ ખેતાણી તથા પધારેલ તમામ મહેમાનો તથા તમામ સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘનશ્યામ મહારાજના વરદ હસ્તે ધ્વજવંદન રાષ્ટગાન સાથે કરવામાં આવ્યું હતું. ભારતીય પ્રણાલી અને
સંસ્કૃતિ મુજબ પધારેલ ઘનશ્યામ મહારાજનું પુષ્પમાળા તથા શાલથી મયુરભાઈ ગજેરા તથા પ્રહલાદભાઈ વામજા દ્વારા તેમજ રાજીવભાઈ ખેતાણીનું પણ શાલ અને પુષ્પહારથી કેતનભાઈ સભાયા અને હિરેનભાઈ સુતરીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ધોરણ ૧૧ સાયન્સની વિદ્યાર્થિની કુ. કરકર પ્રાંચી અને આંબલીયા સાક્ષી દ્વારા સુંદર મજાનું દેશભક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ પધારેલ ઘનશ્યામ મહારાજે દેશની આઝાદી કેટલી મોંઘી છે અને તે મેળવવા જેમનું પણ બલિદાન છે તેમને પણ યાદ કર્યા અને વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસનું શું મહત્વ છે તે સમજાવી આશીર્વાદ પાઠવ્યા હતા. અંતમાં શિક્ષણ વિભાગના નિલેષભાઈ દ્વારા આભારદર્શન કરવામાં આવ્યું હતું. તેમ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના સંચાલક મંડળની યાદીમાં જણાવાયુ છે.







































