એશિયા કપ ૨૦૨૫ પહેલા, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ તાલીમ સત્રમાં ભાગ લીધો હતો. જ્યાં ખેલાડીઓએ ખૂબ પરસેવો પાડ્યો અને એશિયા કપ માટે તૈયારી કરી. ભારતીય ટીમ ૧૦ સપ્ટેમ્બરે યુએઈ ટીમ સામે પોતાનો પહેલો મુકાબલો રમશે. આગામી ટુર્નામેન્ટ માટે ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તે ‘સ્પોર્ટ્‌સ હર્નિયા’ની સર્જરી બાદ વાપસી કરી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે આટલા અદ્ભુત કૌશલ્ય ધરાવતા મહાન ખેલાડીઓની ટીમ હોવી ખૂબ જ સારી વાત છે. જ્યારે પણ હું આ છોકરાઓને મેદાન પર જાઉં છું, ત્યારે મારા ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. તેઓ મારી ઇચ્છા મુજબ પ્રદર્શન કરે છે. તેમજ તેઓ મેદાન પર તેનો આનંદ માણે છે.
જસપ્રીત બુમરાહ પણ એશિયા કપ ૨૦૨૫ માટે ભારતીય ટીમની ટીમનો ભાગ છે. તેમણે કહ્યું કે લાંબા સમય પછી ટી ૨૦ ટીમમાં જાડાવાનું ખરેખર સારું લાગે છે. ત્રણ અઠવાડિયા ખરેખર સારા રહ્યા, ઘરે થોડો સમય વિતાવવાની તક મળી. અમારી ટીમમાં યુવા ખેલાડીઓ છે. ટીમ સાથે રમવા માટે ઉત્સુક છું. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવા લુકમાં જાવા મળ્યો. તેણે પોતાના વાળ સોનેરી રંગથી રંગાવ્યા છે. તેણે કહ્યું કે તેણે આ વિરામનો ઉપયોગ પરિવાર સાથે સમય વિતાવવા માટે કર્યો. મેં પણ વિચાર્યું કે હું મારી રમતગમતની તાલીમ વહેલા શરૂ કરીશ.
ફાસ્ટ બોલર અર્શદીપે કહ્યું કે જીવંત વાતાવરણ છે. ચારે બાજુ હાસ્ય અને મજા છે અને તે પહેલો દિવસ છે. જ્યારે આપણે પહેલી મેચ રમીશું, ત્યારે આપણે સંપૂર્ણપણે તૈયાર થઈ જઈશું. તે જ સમયે, ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી ૨-૨ થી બરાબર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શુભમન ગિલે કહ્યું કે મને લાગે છે કે આ એક શાનદાર ટીમ છે. અને જે રીતે આપણે ટી્‌૨૦ માં રમી રહ્યા છીએ, તે મનોરંજક અને શાનદાર છે. તેથી હું આ ટીમ સાથે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.