જુનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ એસ.પી. જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે. વણારકા દ્વારા તૈયાર કરાયેલ દરખાસ્તને આધારે જિલ્લા કલેક્ટરે ૮ પ્રોહીબિશન બુટલેગરો વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા. જે પૈકી ૫ આરોપીઓ અગાઉ ઝડપાઈ ગયા હતા, પરંતુ છેલ્લા એક મહિનાથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા ૩ રીઢા આરોપીઓને એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપુત અને કોડીનાર પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓમાં નાથાભાઇ ઉર્ફે બિલ્લો સોલંકી અને શૈલેષભાઇ ઉર્ફે બચો કામળીયાને સુરતની લાજપોર જેલ તથા સતીષભાઇ કામળીયાને ભુજની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.










































