જો તમે પૂરતી ઊંઘ ન લો તો શું થાય?
જ્યારે આપણે સતત ઓછી ઊંઘ લઈએ છીએ, ત્યારે શરીરમાં ‘સ્લીપડેબ્ટ’ (Sleep Debt) જમા થાય છે, જેના પરિણામેઃ
• બ્લડ શુગર વધવાનું જોખમ રહે છે.
• ચહેરા પર જલ્દી કરચલીઓ અને ડાર્કસર્કલ્સ દેખાય છે.
• રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા વારંવાર બીમાર પડાય છે.
ઊંઘની સાયકલ સુધારવા માટે નીચેની બાબતો ખૂબ મદદરૂપ થશેઃ
૧. ઊંઘની સાયકલ (Sleep Cycle) સમજવી
આપણી ઊંઘ ૯૦ મિનિટના ચક્રમાં ચાલે છે. જેમાં બે મુખ્ય તબક્કા હોય છેઃ
• Non-REM Sleep: જેમાં શરીર રિપેર થાય છે અને હાડકાં-સ્નાયુઓ મજબૂત થાય છે.
• REM Sleep (Dreaming): જેમાં મગજ માહિતી પ્રોસેસ કરે છે અને યાદશક્તિ તાજી કરે છે.જો તમે અધવચ્ચે જાગી જાઓ, તો આખા દિવસ દરમિયાન થાક અને સુસ્તી અનુભવાય છે.
૨. ઊંઘ લાવવા માટેના અસરકારક ઉપાયો
જો તમને પથારીમાં પડયા પછી લાંબો સમય ઊંઘ નથી આવતી, તો આ અજમાવી જુઓઃ
• ૪-૭-૮ પધ્ધતિ (Breathing Technique): ૧. ૪ સેકન્ડ સુધી નાકથી શ્વાસ લો. ૨. ૭ સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખો. ૩. ૮ સેકન્ડ સુધી મોઢેથી ધીમેથી શ્વાસ બહાર કાઢો.આનાથી મગજ શાંત થાય છે અને ઊંઘ જલ્દી આવે છે.
• ૧૫ મિનિટનો નિયમઃજો ૨૦ મિનિટ સુધી ઊંઘ ન આવે, તો પથારીમાંથી ઉભા થઈ જાવ. બીજા રૂમમાં જઈને ઓછો પ્રકાશ હોય ત્યાં પુસ્તક વાંચો અથવા ધીમું સંગીત સાંભળો. જ્યારે ફરીથી ઊંઘ જેવું લાગે ત્યારે જ પથારીમાં પાછા આવો.
• હળવી કસરતઃદિવસ દરમિયાન ૩૦ મિનિટ ચાલવું કે કસરત કરવી રાતની ઊંઘ માટે વરદાન સમાન છે. પણ ધ્યાન રાખવું કે સૂવાના ૩ કલાક પહેલાં ભારે કસરત ન કરવી.
૩. રાત્રિના ખોરાક અને આદતોઃ
• હળદરવાળું દૂધઃદૂધમાં રહેલું ‘ટ્રિપ્ટોફન’ ઊંઘના હોર્મોન્સ વધારવામાં મદદ કરે છે.
• બપોરની ઊંઘઃજો તમે બપોરે ૨૦ મિનિટથી વધુ સમય ઊંઘો છો, તો રાત્રે ઊંઘ આવવામાં મુશ્કેલી પડી શકે છે. બપોરની નાની ‘પાવર નેપ’ (Power Nap) ૨૦ મિનિટથી વધુ ન હોવી જોઈએ.
એક મજેદાર વાતઃવૈજ્ઞાનિકો કહે છે કે જે લોકો પૂરતી ઊંઘ લે છે, તેઓ વધુ આકર્ષક અને ખુશખુશાલ દેખાય છે. જેને આપણે ‘બ્યુટીસ્લીપ’ કહીએ છીએ.