રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળ ના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ પર બિહારના વૈશાલી જિલ્લાની મહુઆ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, પોલીસે રવિવારે જણાવ્યું હતું. આ ઘટના ૧૬ ઓક્ટોબરના રોજ તેમના ઉમેદવારી સરઘસની છે, જ્યારે તેજ પ્રતાપ યાદવ પોલીસ સ્ટીકર અને સાયરન લાઇટવાળી ખાનગી જીંફનો ઉપયોગ કરતા જાવા મળ્યા હતા.જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેજ પ્રતાપ યાદવ ઉમેદવારી સરઘસ દરમિયાન પોલીસ લોગો અને વાદળી-લાલ લાઇટવાળી જીંફનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની નોંધ લીધી હતી.આ ઘટના બાદ, મહુઆ વિસ્તાર અધિકારીએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, “સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે પોલીસ લોગો અને વાદળી-લાલ લાઇટવાળી વાહન ખાનગી હતી. તેથી, ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન માટે કેસ નોંધવામાં આવ્યો હતો.”મહુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા તેજ પ્રતાપ યાદવે ૧૬ ઓક્ટોબરના રોજ મહુઆ મતવિસ્તારમાંથી તેમની નવી પાર્ટી, જનશક્તિ જનતા દળના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન, તેજ પ્રતાપે તેમના સોગંદનામામાં તેમની વ્યક્તિગત અને નાણાકીય સ્થિતિની વિગતવાર માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે તેમની પાસે કુલ ૨.૮૮ કરોડની સંપત્તિ છે, જેમાં ૯૧.૬૫ લાખની ચલ સંપત્તિ અને ૧.૯૬ કરોડની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.







































