સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલ કાર બોમ્બ વિસ્ફોટ પુલવામાના રહેવાસી ડા. ઉમર નબી દ્વારા કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે કારમાંથી મળેલા ફાટેલા શરીરમાંથી લેવામાં આવેલા ડીએનએ નમૂનાઓ ઉમરની માતાના ડીએનએ સાથે મેળ ખાય છે. દરમિયાન, તપાસમાં જાણવા મળ્યું છે કે ઉમર બાબરી મસ્જીદ ધ્વંસની વર્ષગાંઠ, ૬ ડિસેમ્બરે દિલ્હીમાં ૨૦૦૮ના મુંબઈ હુમલા જેવો જ ૨૬/૧૧નો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ કારણે જ મોટી માત્રામાં વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.ફરીદાબાદના વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલના ભાગ રૂપે ધરપકડ કરાયેલા આઠ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓએ આ કાવતરું શોધી કાઢ્યું. એજન્સીઓ અનુસાર, લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ, કોંસ્ટીટ્ય્શન ક્લબ અને ગૌરી શંકર મંદિર તેમના લક્ષ્ય હતા. દેશભરના રેલ્વે સ્ટેશન અને શોપિંગ મોલ પણ આયોજિત હતા.આ દરમિયાન, શંકાના દાયરામાં આવેલી અલ ફલાહ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બે ડોક્ટરો સાથે તેનો ફક્ત વ્યાવસાયિક સંબંધ છે. “અમે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમથી દુઃખી છીએ. અમે એક જવાબદાર સંસ્થા છીએ અને રાષ્ટ્ર સાથે એકતામાં ઉભા છીએ.ગંભીર ઇજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે મૃત્યુઃ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પોસ્ટમોર્ટમમાં ગંભીર ઇજાઓ જાવા મળી, જેમાં તૂટેલા હાડકાં અને માથામાં ઇજાઓ શામેલ છે. મૃત્યુના કારણોમાં ઊંડા ઘા અને વધુ પડતા રક્ત†ાવનો સમાવેશ થાય છે. પોસ્ટમોર્ટમ દરમિયાન શરીર અથવા કપડાં પર કોઈ છરાના નિશાન જાવા મળ્યા નથી. મોટાભાગની ઇજાઓ શરીરના ઉપરના ભાગ, માથા અને છાતી પર હતી.રાષ્ટ્રીય તપાસ એજન્સી અને દિલ્હી પોલીસને બુધવારે મોડી રાત્રે ડીએનએ ટેસ્ટ રિપોર્ટ મળ્યો. આનાથી પુષ્ટિ થઈ કે ઉમર નબી આઇ ૨૦ કાર ચલાવી રહ્યો હતો અને તેનું પણ વિસ્ફોટમાં મૃત્યુ થયું. ઉમરે તેના સાથીઓને કહ્યું હતું કે તે ડિસેમ્બરમાં હુમલો કરશે. તેણે હુમલો કરવા માટે આઇ ૨૦ માં વિસ્ફોટકો લોડ કર્યા હતા. તપાસ એજન્સીઓ માને છે કે ઉમર વાહન-માઉન્ટેડ વિસ્ફોટક, અથવા કાર બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અને ઓનલાઇન માહિતી એકત્રિત કરી હતી. ૧૦ નવેમ્બરે તેના સાથીઓની ધરપકડના ડરથી, ઉમરે ગભરાટના કારણે બોમ્બ વિસ્ફોટ કર્યો. ફોરેન્સિક ટીમે અત્યાર સુધીમાં વિસ્ફોટ સ્થળ પરથી ૪૦ થી વધુ નમૂના એકત્રિત કર્યા છે.એફએસએલ એ નમૂનાઓનું વિશ્લેષણ કરવા માટે એક ખાસ ટીમ બનાવી છે. વિસ્ફોટ પછી એફએસએલ લેબોરેટરી ૨૪ કલાક કાર્યરત છે. નોંધનીય છે કે ઘટનાસ્થળેથી બે કારતૂસ અને બે અલગ અલગ પ્રકારના વિસ્ફોટકોના નમૂના પણ મળી આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી રહી છે.ફરીદાબાદથી ધરપકડ કરાયેલા વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલના સભ્ય ડા. મુઝ્મીલ ગનાઈએ આ વર્ષે જાન્યુઆરીમાં લાલ કિલ્લા વિસ્તારની ઘણી વખત રેકી કરી હતી. આ વાત તેના મોબાઇલ ફોન ડમ્પ ડેટા દ્વારા બહાર આવી હતી. તપાસ એજન્સીઓ માને છે કે આ રેકી ૨૬ જાન્યુઆરીએ ઐતિહાસિક સ્મારકને નિશાન બનાવવાના કાવતરાનો ભાગ હતી, પરંતુ કાવતરું નિષ્ફળ ગયું. મુઝ્મીલ અને ઉમરનું તુર્કી કનેક્શન પણ બહાર આવ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મુઝ્મીલના મોબાઇલ ફોન ડેટાથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાલ કિલ્લા વિસ્તારમાં અને તેની આસપાસ તેની વારંવાર હાજરીનો ખુલાસો થયો હતો.”મુઝ્મીલ ઉમર સાથે ઘણી વખત સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા અને ભીડની પેટર્નનું મૂલ્યાંકન કરવા ગયો હતો. ટાવર લોકેશન ડેટા અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ દ્વારા આ માહિતીની પુષ્ટિ થઈ હતી. એજન્સીઓને એ પણ જાણવા મળ્યું કે ઉમર અને મુઝ્મીલ તુર્કીની મુલાકાતે ગયા હતા. તેમના પાસપોર્ટમાં તુર્કી ઇમિગ્રેશન સ્ટેમ્પ હતા. બંને ત્યાં કોઈ વિદેશી હેન્ડલરને મળ્યા હતા કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. મોડ્યુલ માટે ભંડોળ અને વિસ્ફોટકોના સ્ત્રતને નક્કી કરવા માટે મુઝ્મીલના સંદેશાવ્યવહાર અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન, તુર્કી સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે આવા અહેવાલો ખોટા છે.જમ્મુ અને કાશ્મીર પોલીસે, આતંકવાદી નેટવર્ક્સ પર તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવીને, પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા વ્યક્તિઓના ૫૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. પૂછપરછ માટે ૧૨ થી વધુ ડોકટરોની અટકાયત કરવામાં આવી હતી. શ્રીનગર, ગાંદરબલ, બડગામ, બારામુલ્લા, બાંદીપોરા, કુપવાડા, અનંતનાગ, કુલગામ, પુલવામા અને શોપિયા જિલ્લામાં આતંકવાદી માળખાને તોડી પાડવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલગામમાં ૨૦૦ થી વધુ અને શ્રીનગરમાં ૧૫૦ દરોડા પાડવામાં આવ્યા હતા. ગુનાહિત સામગ્રી અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા, અને ઘણા લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરાયેલા મોટાભાગના ડોકટરો દક્ષિણ કાશ્મીરના છે. ડા. મુઝ્મીલની બહેન, અસમત ઉર્ફે જાસી, પણ મોડી રાત સુધી પોલીસ કસ્ટડીમાં હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે બુધવારે હરિયાણાના મેવાતથી મૌલવી ઈશિતયાકની ધરપકડ કરી હતી. ઈશિતયાક અલ ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં ભાડા પર રહેતો હતો. પોલીસે તેના ઘરેથી ૨,૫૦૦ કિલોગ્રામથી વધુ વિસ્ફોટકો જપ્ત કર્યા છે. તેને શ્રીનગર લઈ જવામાં આવ્યો છે. ઈશિતયાક આ આતંકવાદી નેટવર્કના સંબંધમાં ધરપકડ કરાયેલ નવમો વ્યક્તિ છે.હરિયાણા પોલીસે ફરીદાબાદના ખંડાવલી ગામમાંથી ડા. ઉમરની લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર જપ્ત કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં વપરાયેલી આઇ ૨૦ કારમાં સામેલ અન્ય શંકાસ્પદો પાસે પણ લાલ ઇકોસ્પોર્ટ કાર હતી. એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને બે દિવસથી શોધખોળ ચાલી રહી હતી. હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી હતી. ઇકોસ્પોર્ટ કારઉમરના નામે નોંધાયેલ છે.ગ્રામજનોએ અહેવાલ આપ્યો હતો કે કાર બુધવારે સવારે ફહીમ નામના વ્યક્તિના મકાનમાંથી મળી આવી હતી. ફહીમના સાળાએ ત્યાં એક પુરુષ અને એક મહિલા સાથે કાર પાર્ક કરી હતી. ફહીમના સાળા કાર મિકેનિક છે. કારમાં વિસ્ફોટકો હોવાની આશંકાને કારણે એનએસજી,એનઆઇએ અને ફોરેન્સિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિસ્તારના દસ ઘરો ખાલી કરાવ્યા. ઘટનાસ્થળેથી એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો.





































