ઉનાના દેલવાડા રોડ પરની શાહ એચ.ડી હાઈસ્કુલના પાછળના ભાગે ચંદ્રકિરણ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણેશોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સવાર, સાંજ, આરતી દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હતા. ઉના નગરપાલિકાના સદસ્ય અને ચંદ્રકિરણ ગ્રુપના યુવાન તેમજ લોકગાયક સ્વ. મણિરાજ બારોટના જમાઇ અલ્પેશ બાંભણિયા અને તેની ટીમ દ્વારા આ વર્ષે ધામધૂમથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લોકગાયક રાજલ બારોટ, ઉના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા, અજય રાવલ, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનો આરતીમાં જોડાયા હતા. આ ઉત્સવ દરમ્યાન મટકી ઉત્સવ, અન્નકૂટ, હવન, દાંડિયા રાસ, મહાઆરતી સહિત ધાર્મિક અને સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.