ઉનાની પ્રતિષ્ઠિત
એ. આર.ભટ્ટ કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૬ની બેચના વિદ્યાર્થીઓ માટે એક ભાવસભર વિદાય સમારંભ યોજાયો હતો. આ ગરિમાપૂર્ણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ઉનાના સુપ્રસિધ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ‘ડી.એસ.સી. પબ્લિક સ્કૂલ’ના સંચાલક ભવ્યભાઈ પોપટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઝળકેલા કોલેજના તેજસ્વી સુવર્ણ ચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન કર્યું હતું. તેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે નિષ્ઠા, એકાગ્રતા અને સમર્પણ અત્યંત અનિવાર્ય છે. વિદાય લેતા વિદ્યાર્થીઓએ પણ કોલેજના સંસ્મરણો વાગોળી સંસ્થાનો આભાર માન્યો હતો અને અંતે સ્ટાફગણે સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.