પ્રભાસતીર્થમાં યોજાઈ ગયેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના ત્રીજા પદવીદાન સમારંભમાં જે.એસ.પરમાર કોલેજ કોડીનારના અનુસ્નાતક વિભાગ ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી ગામ શા-ડેસર (ઉના) તાલુકાની ભૂમિકા ભીમજીભાઈ સોલંકીને ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ દેવવ્રત આચાર્યના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ભુમિકાબેને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સમાજ અને કોલેજનું નામ રોશન કર્યુ છે. તે બદલ ટ્રસ્ટી મંડળ, કોલેજના પ્રિન્સિપાલ ડો.બી.એ.બારડ તથા સ્ટાફ પરિવારે અભિનંદન આપીને બિરદાવ્યા હતા.