ઉના તાલુકાના કેસરીયા ગામમાં પોલીસે તિનપત્તી જુગાર રમતા ૧૦ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા. પોલીસે કુલ રૂ.૨૬,૯૮૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા અને સર્વેલન્સ સ્કવોડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે કેસરીયા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ગોવિંદ ભુરાભાઈ વાજા, બચુ રામભાઈ શિગોડ, મનુ કરશનભાઈ શિગોડ, પાંચા મેપાભાઈ મકવાણા, ભીખારામ મંગળદાસ ગોડલીયા, પ્રતાપ રામભાઈ ચૌહાણ, રાજેશ ગોવિંદભાઈ બારડ, ધીરુ વીરાભાઈ મકવાણા, માનસિંહ રૂડાભાઈ સોલંકી અને રામજી બાબુભાઈનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા, સબ ઇન્સ્પેક્ટર આર.પી. જાદવ, એ.એસ.આઈ. શાંતિલાલ જોરુભા અને પોલીસ સ્ટાફના નાનજીભાઈ, હર પાલસિંહ, સુનીલભાઈ, રવિસિંહ, અનિલભાઈ, ભાવસિંહ અને મનોજભાઈએ ભાગ લીધો હતો.