ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપની ગતિવિધિઓમાં વધારો જાવા મળ્યો છે. મકર સંક્રાંતિના પવિત્ર પર્વની વહેલી સવારે જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪ આંચકા નોંધાયા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. જાકે, રાહતની વાત એ છે કે આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી.
૧૪ જાન્યુઆરીની વહેલી સવારે ૦૨:૨૩ વાગ્યે બે અલગ-અલગ સ્થળોએ આંચકા અનુભવાયા હતા. સૌરાષ્ટ્રના અમરેલી પાસે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી ૧૧ કિલોમીટરની ઊંડાઈએ હતું. તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા પાસે પણ ૧.૬ની તીવ્રતાનો અત્યંત હળવો આંચકો નોંધાયો હતો.
આ અગાઉ ૧૩ જાન્યુઆરીના રોજ પણ રાજ્યના બે વિસ્તારોમાં ભૂકંપની હલચલ જાવા મળી હતી. કચ્છના ધોળાવીરાથી ૪૧ કિલોમીટર દૂર ૨.૭ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જ્યારે પોરબંદરથી ૪૬ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં પણ સવારે ૦૯:૫૮ વાગ્યે ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમ, એક જ દિવસમાં રાજ્યના અલગ-અલગ સિસ્મિક ઝોનમાં કંપન અનુભવાયા છે.
૧૪ જાન્યુઆરી ૦૨:૨૩ અમરેલી (સૌરાષ્ટ્ર) ૨.૫
૧૪ જાન્યુઆરી ૦૨:૨૩ વાંસદા (દક્ષિણ ગુજરાત) ૧.૬
૧૩ જાન્યુઆરી ૦૩:૦૫ ધોળાવીરા (કચ્છ) ૨.૭
૧૩ જાન્યુઆરી ૦૯:૫૮ પોરબંદર (અરબી સમુદ્ર) ૨.૭