અમદાવાદના રિવરફ્રન્ટ પર આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે, આ પતંગ મહોત્સવમાં ગુજરાત સહિત દેશ અને દુનિયામાંથી પતંગબાજા ભાગ લેવા માટે આવ્યાં છે. અસંખ્ય લોકો આ પતંગ મહોત્સવને જાવા પણ આવી રહ્યાં છે. ત્યારે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલમાં આવેલા બોલિવુડ અભિનેતા ઈમરાન હાશમી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
મીડિયા સાથે વાત કરતા ઈમરાન હાશમીએ કહ્યું કે, “હું પીએમ મોદી અને ગુજરાત પ્રવાસનને અભિનંદન આપવા માંગુ છું. આ મહોત્સવમાં હાજરી આપવાનો આ મારો પહેલો પ્રસંગ છે. હું શૂટિંગ અને પ્રમોશન માટે ઘણી વખત અમદાવાદ આવ્યો છું. જે રીતે આ આખું આયોજન કરવામાં આવ્યું છે તે મને ખૂબ ગમ્યું. ઘણા દેશોમાંથી પતંગબાજા આવ્યા છે. આ મહોત્સવ રંગો અને જીવંતતાથી ભરેલો છે, તેથી તે એક શાનદાર અનુભવ છે. હું અહીં બધાને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”
નોંધનીય છે કે, અભિનેતા ઈમરાશ હાશમીની ફિલ્મ તસ્કરી રિલીઝ થઈ છે. જેમાં તે કસ્ટમ અધિકારીની ભૂમિકામાં જાવા મળી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, ૧૭ જાન્યુઆરી સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલમાં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજાએ ભાગ લીધો છે. આ ઉપરાંત દેશભરમાંથી ૬૫ પતંગબાજા અને ગુજરાતના ૮૭૧ સ્થાનિક પતંગબાજાએ ભાગ લીધો છે. ૧૨મી જાન્યુઆરીએ પીએમ મોદીએ જર્મન ચાન્સેલર સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના બીજા દિવસે ખૂબ જ ઉત્સાહ જાવા મળ્યો.