આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથરમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો થયો છે. ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુરુવારે મોડી રાત્રે આર્મી કેમ્પ પર ભારે ગોળીબાર થયો હતો. અનેક ગ્રેનેડ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. આ વિસ્ફોટોથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. એવું જાણવા મળ્યું છે કે કાકોપથર આર્મી કેમ્પ નજીક મોડી રાત્રે લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.પ્રારંભિક માહિતી અનુસાર, કાકોપથરમાં ભારતીય સેનાના ૧૯મા ગ્રેનેડિયર્સ યુનિટ કેમ્પને લક્ષ્ય બનાવીને મધ્યરાત્રિએ ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. વિસ્ફોટમાં ત્રણ સૈનિકો માર્યા ગયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આર્મી કેમ્પ પર હુમલા બાદ, સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. સ્થળની આસપાસ નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેના નજીકથી નજર રાખી રહી છે.હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જા કે, એવી શંકા છે કે ગ્રેનેડ હુમલા પાછળ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ -(સ્વતંત્ર) જૂથનો હાથ છે. બુધવારે શરૂઆતમાં,એનએસસીએન(કે વાયએ) જૂથના શંકાસ્પદ આતંકવાદીઓએ અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ શિબિર જિલ્લાના મનમાઓ વિસ્તારના હેટમન ગામમાં સ્થિત હતી.