મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષી સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.કે. જાટ્ટ સાહેબની સૂચના અનુસાર તથા મોટા આંકડીયા મેડિકલ ઓફિસર ડો. મીત મોદી અને ડો. કિર્તિ મેડમના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર વડેરા દ્વારા પ્રાથમિક શાળા વડેરા ખાતે RKSK કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૫ થી ધોરણ ૮ ના બાળકોના વજન, ઉંચાઈ અને BMI ની તપાસ કરવામાં આવી હતી. બાળકોને આરોગ્ય વિષયક શિક્ષણ જેમ કે વાહકજન્ય રોગો ફેલાવવાના કારણો, તેને અટકાવવાના ઉપાયો, ગપ્પી ફીશ ડેમોસ્ટ્રેશન, આહારમાં પૌષ્ટિક ખોરાક લેવાના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા.








































