જુનાગઢમાં આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગત રાત્રે જૂનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી ધરપકડ કરી હતી. અગાઉ વિસાવદરમાં એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો. વિસાવદર મગફળી કેન્દ્રની શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ વિસાવદરમાં ગયા હતા. કોર્ટે વિસાવદર તાલુકા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તથા પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલાયા છે.
જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના ખાસ છે. આપના પ્રમુખ સામે થોડા સમય પહેલા એટ્રોસિટી, છેડતી સહિતનો ગુનો દાખલ થયો હતો. જેમાં શ્રમિક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તે ગુનામાં ધરપકડ કરી જેલમાં પણ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. હજુ બે દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ હરેશ સાવલિયા વિસાવદરની હદ બહાર હતા. જેમાં વિસાવદર તાલુકામાં જવા પર કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે ગત રાત્રે પાસા હેઠળ જુનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી હરેશ સાવલિયાને ઉઠાવી લીધા છે.
પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર સતત એક બાદ એક ગુના દાખલ થતા ચકચાર મચી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પાસા હેઠળ ધરપકડ થતા ખળભળાટ મચી ગયો છે. જુનાગઢ જિલ્લા આપ પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા હતો. હરેશ સાવલિયા ગોપાલ ઈટાલિયાના ખાસ છે.
થોડા દિવસ પહેલા એટ્રોસિટી અને છેડતીના કેસમાં જુનાગઢ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ઉપર અન્ય કેટલાક કેદીઓએ હિંસક હુમલો કર્યો હતો. હરેશ સાવલિયા અને સાગર ચાવડા વચ્ચે સામાજીક બાબતોને લઈને વાતચીત થઈ રહી હતી. જેમાં સમાજ વિરોધી બોલવા બાબતે’ થયેલી ઉગ્ર ચર્ચા મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. સાગર ચાવડા તરફે અન્ય કેટલાક કેદીઓએ આવીને હરેશ સાવલિયાને ધોલ ધપાટ કરવા સાથે માર માર્યો હતો. સામા પક્ષે હરેશ સાવલિયાએ પણ માર માર્યો હોવાની રાવ સાગર ચાવડા અને અન્યોએ કરી હતી. ઇજાગ્રસ્ત કેદીઓને તાત્કાલિક પોલીસ જાપ્તા હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. મારમારીને લઈ સામ સામી ફરિયાદ નોંધવામાં આવી હતી.