ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચા પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધુ છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણીને હવે બે વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો ગણી શકાય. રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે. સુરેન્દ્રનગરના રાજકારણનો ચર્ચિત ચહેરો એવા રાજુ કરપડા વર્ષ ૨૦૨૧-૨૨માં આપમાં જાડાયા હતા અને એક સક્રિય નેતા હતા. વિવિધ જવાબદારીઓ પણ તેઓ સંભાળતા હતા. અચાનક તેમણે રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત ફતેહ કરવાના અભિયાનમાં સૌરાષ્ટ્ર  અતિ મહત્વનું છે અને સૌરાષ્ટÙના દિગ્ગજ ખેડૂત નેતાના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે.રિપોર્ટ્‌સ મુજબ એવું પણ કહેવાય છે કે તેઓ ગોપાલ ઈટાલિયાથી નારાજ હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્રમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, “હું આજથી, ૧૧/૦૨/૨૦૨૬ થી આમ આદમી પાર્ટીમાં મારા તમામ હોદ્દા અને જવાબદારીઓ પરથી રાજીનામું આપું છું. વ્યકિતગત કારણોસર, મારા માટે મારી વર્તમાન ફરજા ચાલુ રાખવી શક્્ય નથી. પાર્ટીએ મને આપેલી તક, આદર અને સમર્થન માટે હું ખૂબ આભારી છું. કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારો.”રાજુ કરપડાએ વ્યકિતગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે વ્યકિતગત કારણોના પગલે મારા માટે વર્તમાન જવાબદારીઓ નિભાવવી શક્્ય નથી. પાર્ટીએ મને જે તક, સન્માન અને સહયોગ આપ્યો તેના માટે હુ હ્રદયપૂર્વક આભારી છું.
નોંધનીય છે કે રાજુ કરપડા ૨૦૨૧-૨૨માં આમ આદમી પાર્ટીમાં જાડાયા હતા અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી સુરેન્દ્રનગરથી લડ્યા હતા. તેઓ અગાઉ બોટાદ આપ સભામાં પથ્થરમારા ઘટના માટે સમાચારમાં હતા. બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલી અથડામણના સંદર્ભમાં પોલીસે ૮૫ લોકો સામે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ, પોલીસે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ ન્યાયની માંગણી અને ખેડૂતો પરના અત્યાચારનો અંત લાવવા માટે અમદાવાદ કાર્યાલયમાં ભૂખ હડતાળ પર બેસવાના હતા.
રાજુ કરપડાના રાજીનામાં પર આપ નેતા ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે તેમને વોટ્‌સએપ પર રાજીનામું મળ્યું છે. જા કે કયા કારણસર રાજીનામું આપ્યું તે હજુ ખબર નથી. આ સાથે તેમણે ભાજપ પર કેટલાક આરોપ પણ લગાવ્યા. તેમણે કહ્યું કે ખેડૂતોને આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પાસેથી ખુબ આશાઓ છે. ભાજપ લીડરોનો તોડવાનો પ્રયત્ન કરે છે. સામ દામ, દંડ ભેદથી હેરાન કરવાની કોશિશ કરે છે.
આપ નેતા રાજુ કરપડાના રાજીનામા મામલે પૂર્વ આપ નેતા અને હાલ કોંગ્રેસમાં જાડાયેલા કરસનદાસબાપુએ કહ્યું કે આ રાજીનામું આશ્ચર્યની વાત નથી. હું જાણું છું કે જે લોકો ખેડૂતોની ચિંતા કરે છે તે આપમાં ટકી શકે નહીં. આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવા માટે ઉભી કરેલી પાર્ટી છે.