આમ આદમી પાર્ટીનાં નેતા રાજુભાઈ કરપડા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા મામલે આ ગુનો નોંધાયો છે. ભાવનગર જિલ્લાનાં જેલ અધિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ‘આજે હું જેલમાં છું’ એવા ઉલ્લેખ સાથેનો એક કથિત વીડિયો વાઇરલ થયો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આપ નેતા રાજુભાઈ કરપડા અને આપની સો.મીડિયા ટીમ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનાં આરોપ સાથે છછઁ નેતા રાજુભાઈ કરપડા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં જેલ અધિક્ષકે નેતા રાજુભાઈ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. રાજુભાઈ કરપડા જેલમાં ના હોવા છતાં જે તે સમયે જેલમાં હોવાનું જણાવી ભ્રામક અને કથિત વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાનો આરોપ છે.માહિતી મુજબ, આ ભ્રામક વીડિયોથી જેલ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠતા આખરે ફરિયાદ નોંધાઈ છે. કથિત વાઇરલ વીડિયો બનાવી જેલ પોલીસ, પબ્લિક અને પોલીસ વચ્ચે રાગદ્વેષ અને વૈયમનસ્ય વધે તેવું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જેલ અધિક્ષકે નિલમબાગ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.







































