દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત તપાસમાં લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કરવાના કાવતરા પાછળ ડોકટરોના વેશમાં આતંકવાદનું મોટું કાવતરું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી ડા. મુઝ્મીલ, ડા. આદિલ, ઉમર અને શાહીનએ મળીને આશરે ૨૦ લાખ રોકડા એકઠા કર્યા હતા, જે ઉમરને સોંપવામાં આવ્યા હતા. આ પૈસાથી ગુરુગ્રામ, નૂહ અને આસપાસના વિસ્તારોમાંથી ૩ લાખની કિંમતના ૨૦ ક્વિન્ટથી વધુ એનપીકે ખાતર, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ખરીદવામાં આવ્યા હતા. આ ખાતરનો ઉપયોગ આઇઇડી બનાવવા માટે કરવાની યોજના હતી. દિલ્હી પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉમર અને ડા. મુઝ્મીલ વચ્ચે પૈસાને લઈને પણ વિવાદ થયો હતો.અહેવાલો અનુસાર, ઉમરે સિગ્નલ એપ પર ૨-૪ સભ્યોનું એક જૂથ બનાવ્યું હતું, જ્યાં કાવતરા વિશે ચર્ચા થઈ હતી. ઉમર પાસે એક -૨૦ કાર હતી, જે વિસ્ફોટકોથી સજ્જ હતી. લાલ રંગની ઇકોસ્પોર્ટ અને બે અન્ય કાર પણ વિસ્ફોટકોથી સજ્જ થવાની હતી. વિવિધ સ્થળોએ વિસ્ફોટો માટે જૂની, સેકન્ડ હેન્ડ કાર ગોઠવવામાં આવી હતી. હરિયાણા પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે ડોકટરોના વેશમાં આતંકનો ખેલ રમી રહેલા આ આરોપીઓએ બોમ્બ વિસ્ફોટો માટે વ્યાપક યોજના બનાવી હતી. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ અયોધ્યા અને પ્રયાગરાજ સહિત અનેક સ્થળોને નિશાન બનાવવાના હતા. બે જૂથોમાં આઠ આતંકવાદીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં આઇ-૨૦ કારમાં થયેલા વિસ્ફોટમાં ૧૨ લોકો માર્યા ગયા અને ૨૦ થી વધુ ઘાયલ થયા.વિસ્ફોટોની તારીખ નક્કી થાય તે પહેલાં જ, ડા. મુઝ્મીલ સહિત અનેક આતંકવાદી ડાક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. જા જમ્મુ અને કાશ્મીર પોલીસે આ યુનિવર્સિટી અને ડાક્ટરો વચ્ચેના કાવતરાનો પર્દાફાશ ન કર્યો હોત, તો દેશના વિવિધ ભાગોમાં એક સાથે ચારથી પાંચ વિસ્ફોટ કરવાની યોજના હતી. લાલ કિલ્લાના વિસ્ફોટ સ્થળ પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓના ડીએનએ પરીક્ષણથી પુષ્ટિ થઈ કે ડા. ઉમર નબી વિસ્ફોટ થયેલી કાર ચલાવી રહ્યા હતા. પોલીસ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉમરની માતાના ડ્ઢદ્ગછ પરીક્ષણથી પુષ્ટિ થઈ છે કે ઉમર ખરેખર વિસ્ફોટમાં વપરાયેલી કાર ચલાવી રહ્યો હતો.






































