અમદાવાદના સરખેજમાં યુવકની હત્યા કેસમાં નવો ખુલાસો થયો હતો. પત્નીના પ્રેમીએ યુવકની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ૩૦ વર્ષીય ઝાકીર મેમણની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પ્તનિ દિલશાદ છેલ્લા ૭ મહિનાથી પ્રેમી સરફરાજ સાખે રહેતી હતી. પતિ ઝાકિર મેમણ સાથે છૂટાછેડા લીધા વગર જ પ્રેમી સાથે દિલશાદ રહેતી હતી. પ્રેમી સરફરાજે ઝાકિરના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલીમાં ઝાકિરને છરી મારી મોતને ઘાટ ઉતારી દીઘો હતો. સરખેજ બોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાંથી એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. અહીં ૪૦ વર્ષીય મીનાબેન ખીમોરીયાની તેમના પતિ નરેશે ઘેલછા દરમિયાન ગળું દબાવીને હત્યા કરી હોવાની માહિતી મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મીનાબેન તેમના ત્રણ સંતાનો અને પતિ સાથે રહેતા હતા, જ્યારે તેમના માતા-પિતા પણ આ જ મકાનના ઉપરના માળે ભાડે રહે છે.

પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ નરેશ છેલ્લા કેટલાક સમયથી પત્ની મીનાબેનના વ્યવહાર અંગે શંકા હતી. પતિનો કોઈ નિશ્ચિત કામધંધો ન હોવાથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મીનાબેન પાડોશમાં આવેલા બંગલામાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘણીવાર મીનાબેનના માતા-પિતાએ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ઝઘડા યથાવત રહ્યા. મંગળવારના રોજ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો અને નરેશે તાવમાં આવીને પંખાના ઈલેક્ટ્રીક વાયરથી પત્નીનું ગળું દબાવી દીધું. મીનાબેનની પુત્રીએ માતાની લાશ જોઈને ચીસો પાડી અને નજીકના પરિવારજનોને જાણ કરી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધી મીનાબેનનું પ્રાણ પંખેડું ઉડી જવા પામ્યું હતું.

હવે વાસણા પોલીસએ હત્યાનો ગુનો નોંધીને આરોપી નરેશ ખીમોરીયાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ ટીમે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. સમગ્ર ઘટનાએ પરિવારજનો તથા વિસ્તારના લોકોમાં ભારે શોક અને ગુસ્સો ફેલાવ્યો છે.