આજે ગિરનારી તીર્થ (જૂનાગઢ) થી શાશ્વત તીર્થ શત્રુંજય (પાલીતાણા) તરફ જઈ રહેલો ૧૨૦૦ યાત્રિકોનો વિશાળ ચતુર્થ છરી પાલિત સંઘ સાવરકુંડલા પહોંચશે. પૂજ્ય આચાર્યદેવશ્રી મદવિજય રવિશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ અને સાધુ-સાધ્વીજી ભગવંતો સાથેનો આ સંઘ નેસડી પડાવથી સાવરકુંડલા જૈન દેરાસરમાં બિરાજમાન ધર્મનાથ દાદાના દર્શન-પૂજા કરી આગળના પડાવ પીઠવડી મુકામે પ્રયાણ કરશે. સંઘપતિનો લાભ શા. કિશોરકુમાર મીઠાલાલજી ભસાણી પરિવારે લીધેલ છે. જૈન ધર્મમાં મહ¥વપૂર્ણ ગણાતા આ સંઘમાં પ્રતિદિન ૧૪ થી ૧૬ કિલોમીટરની પદયાત્રા થાય છે. દિવસ દરમિયાન પરમાત્મભક્તિના અનુષ્ઠાનો અને જૈનાચાર્યના પ્રવચન સહિત ધર્મ આરાધના ચાલી રહી છે, જે ધર્મ પ્રત્યેની ભાવનાનું
ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.







































