બગસરાં છેલ્લા ઘણા સમયથી એમવીસીસી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવતી હોવાથી વારંવાર વીજપુરવઠો ખોરવાઈ જતો હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વીજળી ન હોવાથી ટિકિટ રીઝર્વેશન, મામલતદાર કચેરીના કામો સહિત કોમ્પ્યુટરના લગતા કામોને અસર પહોંચે છે. જા કે આવનારા સમયમાં આ કેબલ બલલાવવાની કામગીરીથી વીજ સમસ્યાને જાકારો મળશે. બગસરામાં તેમજ આજુબાજુના ગામોમાં પી.જી.વી.સી.એલ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે તમામ વીજ વાયરો જે ખરાબ થઇ ગયેલ છે તે તમામ કેબલોને બદલાવીને એમ.વી.સી.સી. કેબલ નાખવામાં આવી રહ્યા છે. આ કામગીરી કરવા વીજ કંપનીના કર્મચારીઓ સતત કામ કરી રહ્યાં છે. બગસરા પીજીવીસીએલની કામગીરીને શહેરીજનો પણ બિરદાવી રહ્યાં છે.









































