અમરાવતીને આંધ્રપ્રદેશની કાયમી રાજધાની જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ તેમના સત્તાવાર એકસ હેન્ડલ પર આ જાહેરાત કરી. સીએમ ચંદ્રબાબુ નાયડુએ ઠ પર સૂચના શેર કરી અને લખ્યું, “આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે.” એ નોંધવું જાઈએ કે સંસદના તાજેતરના બજેટ સત્ર દરમિયાન, આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ (સુધારા) બિલ, ૨૦૨૬, બંને ગૃહોમાં બહુમતીથી પસાર થયું હતું.
રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરતા, ચંદ્રાબાબુ નાયડુએ એકસ પર લખ્યું, “આંધ્ર પ્રદેશના લોકો વતી, હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) અધિનિયમ, ૨૦૨૬ ને મંજૂરી આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આનાથી રાજધાની શહેરનું આપણું લાંબા સમયથી ચાલતું સ્વપ્ન પૂર્ણ થયું છે. હું કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ તેમના વચનને પૂર્ણ કરવા અને આપણા રાજ્યને માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.”
સીએમ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી-એનડીએ સરકાર દ્વારા આ પહેલને અમરાવતીના ભવિષ્ય માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.





































