અલ્લુ અર્જુનની પુષ્પા સુપરહિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે લોકો તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. અત્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ને લઈને ભારે ચર્ચા છે અને આ ફિલ્મ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થવા જઈ રહી છે.ફિલ્મ ‘પુષ્પા ૨’ની રીલીઝ ડેટની ચર્ચા વચ્ચે ફિલ્મ મેકર્સે ફિલ્મ વિશે ખાસ જાહેરાત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કેરળના સિનેમાઘરોમાં અલ્લુ અર્જુનની આ ફિલ્મનું સ્ક્રીનિંગ ૨૪ કલાક થતું રહેશે. આ પહેલા ફિલ્મ ૬ ડિસેમ્બરના દિવસે રીલીઝ થવાની હતી પણ નિર્માતાઓએ રિલીઝ ડેટ એક દિવસ આગળ કરીને ચાહકોને પહેલા જ એક સારા સમાચાર આપી દીધા હતા.
છેલ્લા એક વર્ષમાં પુષ્પા ૨ઃ ધ રૂલની રિલીઝ ડેટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. પુષ્પા ૨ પહેલા ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે તેને મુલતવી રાખીને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે.
એવું કહેવાય રહ્યું છે કે ફિલ્મે રિલીઝ પહેલા ડિજિટલ રાઈટ્સથી કરોડોનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે રાઇટ્સ અને સેટેલાઇટ રાઇટ્સથી ૯૦૦ કરોડ કમાઈ લીધા છે. જાકે, મેકર્સે હજુ સુધી ફિલ્મના ડિજિટલ રાઈટ્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે પુષ્પા ૨નું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા છે.રિપોર્ટ અનુસાર ૬૪૦ કરોડમાં થિયેટરના રાઇટ્સ વેચવામાં આવ્યા છે. આ સિવાય દ્ગીંકઙ્મૈટ એ પુષ્પા ૨ ના્્ રાઇટ્સ ખરીદ્યા છે. તેમાં વિવિધ ભાષાઓ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે, તેના રાઇટ્સ ૨૭૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.