ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર જારદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પહેલા અમેરિકા ભારત પર મહિનાઓ સુધી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરતું રહ્યું, પરંતુ હવે ઈરાન સાથેના બે અઠવાડિયાના યુદ્ધ પછી, વ્હાઇટ હાઉસ ભારત સહિત સમગ્ર વિશ્વને રશિયન ક્રૂડ તેલ ખરીદવા માટે વિનંતી કરી રહ્યું છે. ઠ પર પોસ્ટ કરતા, ઈરાની વિદેશ મંત્રીએ લખ્યું, “અમેરિકા ભારતને મહિનાઓ સુધી રશિયા પાસેથી તેલ આયાત બંધ કરવા માટે ધમકી આપી હતી. ઈરાન સાથેના બે અઠવાડિયાના યુદ્ધ પછી, હવે વ્હાઇટ હાઉસ ભારત સહિત સમગ્ર વિશ્વને રશિયન ક્રૂડ તેલ ખરીદવા માટે વિનંતી કરી રહ્યું છે.”
અરઘચીએ પોતાની પોસ્ટમાં યુરોપિયન દેશોની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે ઈરાન સામે “ગેરકાયદેસર યુદ્ધ” ને ટેકો આપીને, યુરોપે વિચાર્યું કે અમેરિકા તેમને રશિયા સામે ટેકો આપશે, પરંતુ હવે તેઓ નિરાશ થયા છે. મંત્રીએ લખ્યું, “યુરોપને લાગ્યું કે ઈરાન સામે ગેરકાયદેસર યુદ્ધને ટેકો આપીને, અમેરિકા તેને રશિયા સામે મદદ કરશે. આ ખૂબ જ દયનીય છે.” દરમિયાન, મધ્ય પૂર્વમાં સંઘર્ષ હોવા છતાં, ઇરાને બે ભારતીય જહાજાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. બંને જહાજા ભારતીય ધ્વજવાળા લિÂક્વફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) કેરિયર્સ છે.
સાઉદી અરેબિયાથી તેલ લઈને જતો ક્રૂડ ઓઇલ ટેન્કર પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ભારત પહોંચવાનો છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઈરાન ભારત જનારા તમામ જહાજાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેશે. તેમણે કહ્યું, “હા, કારણ કે ભારત અને અમે મિત્રો છીએ. અમે માનીએ છીએ કે ઈરાન અને ભારત મિત્રો છે. અમારા સામાન્ય હિતો અને એક સામાન્ય ભાગ્ય છે.” ભારતના લોકોનું દુઃખ એ આપણું દુઃખ છે, અને આપણું દુઃખ એ ભારતના લોકોનું દુઃખ છે. તેથી, ભારત સરકાર આપણને મદદ કરે છે, અને આપણે પણ ભારત સરકારને મદદ કરવી જાઈએ, કારણ કે આપણી પાસે એક સામાન્ય ભાગ્ય અને એક સામાન્ય હિતો છે.










































