વોશિંગ્ટનઃ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન પર પ્રતિબંધોનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે. અમેરિકાએ શુક્રવારે ઈરાનના ગૃહમંત્રી પર નવા પ્રતિબંધો લાદ્યા, તેમના પર રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને ૬,૦૦૦ થી વધુ વિરોધીઓના મૃત્યુને દબાવવાનો આરોપ મૂક્યો. આ પ્રતિબંધો અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે દમન માટે ઈરાન પર લાદવામાં આવેલા નવીનતમ પ્રતિબંધો છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ગૃહમંત્રી એસ્કંદર મોમેની ઈરાનના કાયદા અમલીકરણ દળોનું નેતૃત્વ કરતા હતા, જે હજારો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના મૃત્યુ માટે જવાબદાર છે.
ઈરાનના આર્થિક સંકટના કારણે ડિસેમ્બરના અંતમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જે પાછળથી ઇસ્લામિક રિપબ્લીક માટે પડકાર બની ગયા. ત્યારબાદ યુએસ અને યુરોપિયન સરકારોએ ઈરાન પર વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવ્યો છે, અને દાવો કર્યો છે કે ૬,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જો કે, ઈરાની અધિકારીઓ અને રાજ્ય મીડિયા વારંવાર વિરોધીઓને “આતંકવાદી” કહે છે. ઈેં એ ગુરુવારે મોમેની, તેમજ ઈરાનની ન્યાયિક પ્રણાલીના સભ્યો અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર પોતાના પ્રતિબંધો લાદ્યા હતા. અનુસાર, “તે બધા શાંતિપૂર્ણ પ્રદર્શનોના હિંસક દમન અને રાજકીય કાર્યકરો અને માનવાધિકાર રક્ષકોની મનસ્વી ધરપકડમાં સામેલ હતા.”
રોકાણકાર બાબાક માંઝા ઝાંજાની કોણ છે?
શુક્રવારે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસએ ઈરાની રોકાણકાર બાબાક માંઝા ઝાંજાની પર પણ પ્રતિબંધો લાદ્યા હતા, જેના પર ઈરાની સરકારના ફાયદા માટે અબજા ડોલરના ઈરાની તેલ આવકનું ઉચાપત કરવાનો આરોપ છે. ઝાંજાની સાથે જોડાયેલા બે ડિજિટલ એસેટ એક્સચેન્જ પર પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જે મોટી રકમનું નાણાંનું સંચાલન કરે છે. ઈેં એ ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવા સંમતિ આપી છે, જે તેહરાન પર દબાણ વધારવા માટે મોટે ભાગે પ્રતીકાત્મક પગલું છે.
તાજેતરના યુએસ પ્રતિબંધોમાં સુપ્રીમ કાઉન્સીલ ફોર નેશનલ સિક્યુરિટીના સેક્રેટરીનો પણ સમાવેશ થાય છે, જેમના પર ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે તેઓ ઈરાની વિરોધીઓ સામે હિંસા માટે હાકલ કરનારા પ્રથમ અધિકારીઓમાંના એક હતા. આ પ્રતિબંધો ૧૮ વ્યક્તિઓ અને કંપનીઓના જૂથને લક્ષ્ય બનાવે છે જે વિદેશી બજારોમાં ઈરાની તેલના વેચાણમાંથી મની લોન્ડરિંગમાં સામેલ છે. તે ઈરાની કંપનીઓ પર પણ લાદવામાં આવ્યા છે જે પ્રતિબંધિત ઈરાની નાણાકીય સંસ્થાઓના શેડો બેંકિંગ નેટવર્કનો ભાગ છે.






































