અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધીત અનડિટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી આરોપી તથા મુદ્દામાલ ત્વરીતપણે પકડી પાડવા સૂચના આપી હતી. જે અન્વયે અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ દ્વારા મિલકત સબંધીત અનડિટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી આરોપી તથા મુદ્દામાલ ત્વરીતપણે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.કે. વાઘેલાની રાહબરી હેઠળ અમરેલી સિટી પોલીસ સર્વેલન્સ ટીમે ટેક્નિકલ સોર્સ આધારે અનડિટેક્ટ રહેલ ગુનો ડિટેક્ટ કરી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડ્‌યો હતો. અમરેલી બહારપરામાં રહેતા અલ્તાફભાઈ મુસાભાઈ કાલવા (ઉ.વ.૪૫) પાસેથી રૂપિયા ૧૦ હજારની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો.