રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમરેલી સિટી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન નશો કરેલી હાલતમાં બે શખ્સોને ઝડપી પાડ્‌યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરેલી સિટી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે આ બંને શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેમની તપાસ કરતા તેઓ કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું જણાતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસે બંને વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.