અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની પૂર્વ ઉજવણી રૂપે એક સફળ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલીના પ્રાંત અધિકારી નાકિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, પોલીસ જવાનો અને શહેરના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.વર્ષ ૨૦૨૫ માટે “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં શાળા-કોલેજકક્ષાએ વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શાંતાબા મેડિકલ કોલેજ ખાતે નાગરિકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વોકાથોન બાદ ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો.