શહેરના સમાજસેવક અને નિષ્ઠાવાન કાર્યકર દેવરાજ બાબરીયાને અમરેલી શહેર ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેવરાજ બાબરીયાએ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને સમાજ અને રાષ્ટ્રની સેવામાં અનન્ય યોગદાન આપ્યું છે. અમરેલી શહેર ઉપાધ્યક્ષ તરીકે દેવરાજ બાબરીયાની નિમણૂંક થતાં તેઓને રાજકીય તેમજ સામાજીક આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.